શ્રી વજાપરા (ડુચકવાડા) તા.દિયોદર, જી.બનાસકાંઠા પ્રાથમિક શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

Wednesday, 14 March 2012

કબૂતરની ઝડપ કેટલી?


કબૂતરની ઝડપ કેટલી?


કબૂતર એટલે કબૂતર.પ્રેમની નિશાની.શાંતિની નિશાની.ખાસ દિવસોએ જેમ કે સ્વતંત્રતા દિવસ કે એવા જ દિવસોએ  સફેદ કબૂતરને આકાશમાં છોડવામાં આવે છે.એક ચેનલ પર મેં જોયું હતું.એક માફિયા નેતા જેલમાં હતા.તેમના ઉપર હજુ સુધી આરોપ સાબિત થયા ન હતા.તેઓ જેલમાં રહી ચુંટણી જીત્યા હતા.સરકાર બનાવવામાં તેમના મતની જરૂર પડી.આ માફિયા નેતાએ સરકાર બચાવી.અને સરકારે આ માફિયા નેતાને.હા,આ નેતા જયારે જેલમાંથી મુક્ત થયા ત્યારે સફેદ કબૂતર છોડવામાં આવ્યા હતા.આ કબૂતરને કોઇતો પકડતું હશે ત્યારે આ નેતાઓ તેમને મુક્ત કરેને...!
મને ક્યાંકથી ફોટો મળ્યો.સફેદ કબૂતરનો.મેં ફેઈસબુકમાં શેર કર્યો.થોડી કોમેન્ટ આવી. કબૂતર જા..જા...જા... કબૂતર જા..જા...જા...જેવા પ્રસિદ્ધ ગીત થી લઇ સ્વીટ...જેવી સ્વીટ કોમેન્ટ ઉપરાંત પંખી બની ઉડી જઈએ જેવા બાળ ગીત સુધીની વાત મળી.મને આ બધી જ કોમેન્ટ ગમી.બપોર થતામાં ફોન આવ્યો.ફોન મોરબીથી હતો.પ્રશ્ન હતો...’ભાઈ,આવડું આ કબૂતર કેટલુંક ઝડપી ઊડે?’સરસ ફોટાની બધી જ કોમેન્ટ અને ફોન પણ ગમ્યો.તેનો જવાબ પણ આપું છું.
કબૂતર એક કલાકમાં સરેરાશ ૪૦ કિલોમીટર ઉડી શકે છે.આ ઝડપથી તે સતત ઉડીને ૫૦૦ થી ૭૦૦ કિલોમીટર અંતર કાપી શકે છે.એક જમાનામાં કબૂતરનો  ઉપયોગ સંદેશાની આપલે માટે થતો હતો.આવા અનેક ઐતિહાસિક તથ્યો પણ છે.અબૂતારોની બધી જ જાતમાં આ ગુણ સામાન્ય છે.દુનિયાના અનેક દેશમાં રમાય છે.એવી અનેક રમતો જેનો આપણાં દેશમાં પ્રતિબંધ છે.પ્રાણી પક્ષીની રમતો ગુહ્નો બને છે.હા,કેટલાક દેશમાં હાલ પણ કબૂતરોની રેસનું આયોજન થાય છે.આ રેસની ખૂબ જ ધામધુમથી જાહેરાત થાય છે.અનેક સ્પર્ધકો આ રેસમાં જોડાય છે.અહીં બધાં જ સ્પર્ધક કબૂતરને બે દિવસ રાખવામાં આવે છે.અહીંના રોકાણ પછી આ કબૂતરોને  ટોપલીઓમાં ૫૦૦ થી  ૭૦૦ કિલોમીટર દૂર લઇ જવાય છે.ત્યાંથી તે પહેલી જૂની  જગ્યાએ પરત આવે છે.આ રેસમાં પહેલાં પરત ફરનાર કબુતરના માલિકને ઇનામ મળે છે.એક નોખું ગૌરવ મળે છે.આવી રમતો અને તેનું આયોજન પણ એક પ્રકારના જીવનની ઓળખ આપી જાય છે.

રવીન્દ્રનાથ ટાગોરને કોઈ વારસ નથી... રવીન્દ્રનાથ ટાગોરને કોઈ વારસ નથી...


રવીન્દ્રનાથ ટાગોરને કોઈ વારસ નથી...આજનો આ દિવસ અને આ વર્ષ અનેક રીતે યાદ રહેશે.તારીખ સાતમી મે ૨૦૧૧.રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતી.ભારતના એક એવા રાજાની પણ ૧૫૦ મી જન્મ જયંતિ છે.આ ગૌરવ ગુજરાતને અપાવનાર આ રજા.તેમનું નામ ગાયકવાડ.ગાયકવાડ વંશની વાત ફરી ક્યારેક.આવીજ વિશ્વની એક ભારતીય ઓળખ.
બાળપણનું નામ નરેન્દ્ર.દુનિયા તેમણે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખે છે.આવી વ્યક્તિઓ ૧૫૦ વર્ષ પહેલાં એક સાથે જન્મી તે આપણું સદભાગ્ય કે.....એ ચર્ચાનો વિષય છે.હા,૧૮૬૧ માં સાતમી મેં ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો.આ ઉજવણી હવે શરુ થઇ છે.ભારતમાં તેની ક્યાંક ઉજવણી થાય છે.બે દેશનું રાષ્ટ્રીય ગીત લખવાનું ગૌરવ ગુરૂજીને નામે છે.જન ગણ મન ને યુનોએ વિશ્વની ઉત્તમ સંગીત ધૂન તરીકે પસંદ કરી છે.બાંગલાદેશનું આમાર સોનાર બાંગલા...આ બે ગીત પણ તેમણે વિશ્વ કવિ  બનાવે છે.વિશ્વ કવિ તરીકે તેમની અનોખી ઓળખ છે.તારીખનું મહત્વ હોય કે કેમ તેની જાણ નથી.હા,સાતમી તારીખે જન્મનાર અનેકને મેં સાહિત્યના કામમાં જોડાયેલા જોયા છે.તેમાં એક હું પણ છું.મારો જન્મ પણ સાતમી મેં ના રોજ થયો હતો.એ ગૌરવ મને ગમે છે.વાત જાણે એમ છે કે તે ૧૮૬૧નો પવિત્ર દિવસ હતો.અને મારપ ૧૯૭૮નો દિવસ. 


રવીન્દ્રનાથ ટાગોરનો કોઈ વંશ વારસ આજે હયાત નથી.રવીન્દ્રનાથ ટાગોર એટલે ગુરૂજી.તેમને પાંચ સંતાન હતાં.માધુરીલતા,રથીન્દ્ર્નાથ,રેણુકા,મીરાં અને શચીન્દ્રનાથ.રથીન્દ્રનાથને સંતાન ન હતું.આવુંજ રેણુકા માટે થયું. માધુરીલતા પણ નિ:સંતાન રહ્યાં.ત્રણ ભાઈ બહેન નિસંતાન રહ્યાં. આ ત્રણ ભાઈ બહેનને સંતાન ન હતાં.શચીન્દ્રનાથ અપરણિત રહ્યા.ગુરુજીની  પુત્રી મીરાને સંતાન હતું.પણ એક અકસ્માતમાં  તેનું મૃત્યું થયું.યુવાન વયે તેમનું આ મૃત્યું પરિવારને હરાવી ગયું.એક પછી એક પરિજનોનાં મૃત્યું થયાં..૧૯૬૮મા ગુરૂજીનો પરિવાર નામશેષ થયો.રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યે અનેક વિચારો અને વિચારકો પેદા કર્યા છે.હા તેમનો એક પણ ડીએનએ ધરાવતો વારસ આજે હયાત નથી.(૭ માર્ચ ૨૦૧૨)
(૧૫૦ મી જન્મ જયંતીએ થોડુંક...)

અભ્યાસક્રમ: ‍ફ્રિ સોફ્ટવેર Free Sofware

અભ્યાસક્રમ: ‍ફ્રિ સોફ્ટવેર Free Sofware: સોફ્ટવેર સોફ્ટવેર Sofware 1   સોફ્ટવેર Sofware 2   સોફ્ટવેર software 3   સોફ્ટવેર Sofware 4  ઓક્સફર્ડ: ચિત્ર સાથે બોલતી મસ્‍ત ડ...

Monday, 5 March 2012

હું પણ એક નાગરિક...


આ ભારત દેશનો નાગરિક.મારે પણ ભણવું છે.હા,મને ગમે તેમ ભણાવનાર નહિ પરંતુ મને ગમે તે રીતે ભણાવનાર કોઈ મળે તો મારો સંપર્ક કરશો.કારણ હું ભારતનો નાગરિક છું.મને પણ મારા અધિકારો મળ્યાં છે.હવે આપને અહીં કાયમ મળતાં રહીશું.

be the change....: ઈસપની વાત...

be the change....: ઈસપની વાત...: અનેક વર્ષો પહેલોની આ વાત છે.જૂના ગ્રીકમાં એક ગુલામ હતો.તેનું નામ ઈસપ.તે ખૂબ કદરૂપો માણસ હતો.પણ તેની પાસે વાર્તા કહેવાની કળા હતી.તે ખૂબ જ રોચક રીતે બોધકથાઓ કહેતો હતો.ઈસપ ખૂબ જ અવલોકન કરતો.આ અવલોકનમાં તેણે જે દેખાય તેની બોધકથા કહેતો.જ્યાં માણસ હોય ત્યાં તે પ્રાણીનું નામ કહેતો.જેમ કે ‘એક લુચ્ચું શિયાળ હતું.’ખરેખર ત્યાં કદાચ કોઈ માણસ હોય.આવી વાતોથી તે અમર થયો.રોજ સોનાનું ઈંડું આપતી મરગીની વાત છે જ.આજ રીતે વાઘ આવ્યો રે વાઘ, સસલું અને કાચબો... આ અને આવી અનેક વાર્તાઓ આજે પણ પોતાની રીતે ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે.એવી ઘણી ઈસપની વાર્તા છે જે આજે આપણે કહીએ છીએ અને બાળકોને આપની વાત મનવાવા આ વાર્તાઓ આપણા એક અદના સાથીની ગરજ સારે છે.ચાલો આવી વાર્તાઓ એકઠી કરીએ અને ઇસપને યાદ કરી આપણાં બાળકોને કહીએ.

Sunday, 4 March 2012વજાપરા પ્રાથમિક શાળા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે.


મું - ડુચકવાડા               તાલુકો - દિયોદર             જીલ્લો - બનાસકાંઠા
          શ્રી જાપરા પ્રાથમિક શાળા  બનાસકાંઠા  જીલ્લાના  દિયોદર તાલુકામાં આવેલ ગામ ડુચકવાડાની સીમમાં આવેલ એક પેટા શાળા છે. શાળામાં  શિક્ષકો કાર્યરત છે .શાળામાં ધોરણ થી સુધી નો અભ્યાસ રાવવામાં આવે છે.
                     
         આ બ્લોગસ્પોટ દ્વાર અમે આપ સૌને અમારી આ શાળામાં થતી  વિવધ પ્રવુત્તિ તેમશાળામાં યોજવામાં આવતા અવનવા કાર્યક્રમો ની ઝાંખી કરાવવા માંગીએ છીએ                                                                      
                      આ ઉપરાંત શિક્ષણ જગત ને લગતી વિવિધ માહિતીઓ પૂરી પાડવાની ઈચ્છા રાખીએ છીએ. આશા રાખીએ કે અમારો આ પ્રયાસ આપ સૌ માટે ઉપયોગી બની રહે.