શ્રી વજાપરા (ડુચકવાડા) તા.દિયોદર, જી.બનાસકાંઠા પ્રાથમિક શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

શાળા વિશે

         
                       શ્રી વજાપરા પ્રાથમિક શાળા ડુચક્વાડા ગામ ની પેટાશાળા છે. આ શાળા ગામ થી લગભગ ૨ કિલોમીટર અંદર ખેતરોમાં આવેલી છે. આ શાળામાં ૨ શિક્ષકો પોતાની ફરજ બજાવી રહ્યા છે. શાળામાં આસપાસથી બાળકો ભણવા માટે આવે છે.        
                     આ શાળાની સ્થાપના ૧૩/૭/૨૦૦૪ માં થઇ હતી. આસપાસના ખેતરો માં રહેતા બાળકોને ગામની પગાર કેન્દ્ર શાળા ખુબ જ દુર પડતી હોવાથી આ શાળાની અહી સ્થાપના અહી કરવામાં આવી. આ શાળા માટે અહી ખેતરમાં રહેતા ગામના એક જોશી પરિવારના શ્રી વજાભાઈ એ પોતાને કોઈ સંતાન ન હોવાથી પોતાની જમીનમાંથી શાળા માટે થોડીક જમીન આપી હતી જેથી ગામ લોકોએ આ શાળાને "વજાપરા" એવું નામ આપ્યું.
                         આ શાળામાં શરૂઆતમાં ગામની શાળામાંથી એક શિક્ષક્ ભણાવવા માટે આવતા. ૨૦૦૭ થી આ શાળામાં કાયમી શિક્ષકોની ભરતી થઇ. શરૂઆત ૧ થી ૪ ધોરણ થી કરવામાં આવી. હાલમાં આ શાળામાં ૫ ધોરણ સુધીનું શિક્ષણકાર્ય ચાલે છે. શાળામાં કાર્ય કરતા શિક્ષકોનિ માહિતી નીચે મુજબ છે. 

૧. પટેલ મયુરકુમાર હરગોવિંદભાઈ (મુ.શિ.)
     
     વતન-ભાવસોર,તા.વિજાપુર,જી.મહેસાણા 
    (પી.ટી.સી. , બી.એ.)


૨. યાદવ વિનોદકુમાર મુનિરાજ (ઉ.શિ.)
   
    વતન-રામનગર,તા.જલાલપોર,જી.નવસારી 
    (પી.ટી.સી.)



1 comment: