શ્રી વજાપરા (ડુચકવાડા) તા.દિયોદર, જી.બનાસકાંઠા પ્રાથમિક શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

Wednesday 14 March 2012

કબૂતરની ઝડપ કેટલી?


કબૂતરની ઝડપ કેટલી?


કબૂતર એટલે કબૂતર.પ્રેમની નિશાની.શાંતિની નિશાની.ખાસ દિવસોએ જેમ કે સ્વતંત્રતા દિવસ કે એવા જ દિવસોએ  સફેદ કબૂતરને આકાશમાં છોડવામાં આવે છે.એક ચેનલ પર મેં જોયું હતું.એક માફિયા નેતા જેલમાં હતા.તેમના ઉપર હજુ સુધી આરોપ સાબિત થયા ન હતા.તેઓ જેલમાં રહી ચુંટણી જીત્યા હતા.સરકાર બનાવવામાં તેમના મતની જરૂર પડી.આ માફિયા નેતાએ સરકાર બચાવી.અને સરકારે આ માફિયા નેતાને.હા,આ નેતા જયારે જેલમાંથી મુક્ત થયા ત્યારે સફેદ કબૂતર છોડવામાં આવ્યા હતા.આ કબૂતરને કોઇતો પકડતું હશે ત્યારે આ નેતાઓ તેમને મુક્ત કરેને...!
મને ક્યાંકથી ફોટો મળ્યો.સફેદ કબૂતરનો.મેં ફેઈસબુકમાં શેર કર્યો.થોડી કોમેન્ટ આવી. કબૂતર જા..જા...જા... કબૂતર જા..જા...જા...જેવા પ્રસિદ્ધ ગીત થી લઇ સ્વીટ...જેવી સ્વીટ કોમેન્ટ ઉપરાંત પંખી બની ઉડી જઈએ જેવા બાળ ગીત સુધીની વાત મળી.મને આ બધી જ કોમેન્ટ ગમી.બપોર થતામાં ફોન આવ્યો.ફોન મોરબીથી હતો.પ્રશ્ન હતો...’ભાઈ,આવડું આ કબૂતર કેટલુંક ઝડપી ઊડે?’સરસ ફોટાની બધી જ કોમેન્ટ અને ફોન પણ ગમ્યો.તેનો જવાબ પણ આપું છું.
કબૂતર એક કલાકમાં સરેરાશ ૪૦ કિલોમીટર ઉડી શકે છે.આ ઝડપથી તે સતત ઉડીને ૫૦૦ થી ૭૦૦ કિલોમીટર અંતર કાપી શકે છે.એક જમાનામાં કબૂતરનો  ઉપયોગ સંદેશાની આપલે માટે થતો હતો.આવા અનેક ઐતિહાસિક તથ્યો પણ છે.અબૂતારોની બધી જ જાતમાં આ ગુણ સામાન્ય છે.દુનિયાના અનેક દેશમાં રમાય છે.એવી અનેક રમતો જેનો આપણાં દેશમાં પ્રતિબંધ છે.પ્રાણી પક્ષીની રમતો ગુહ્નો બને છે.હા,કેટલાક દેશમાં હાલ પણ કબૂતરોની રેસનું આયોજન થાય છે.આ રેસની ખૂબ જ ધામધુમથી જાહેરાત થાય છે.અનેક સ્પર્ધકો આ રેસમાં જોડાય છે.અહીં બધાં જ સ્પર્ધક કબૂતરને બે દિવસ રાખવામાં આવે છે.અહીંના રોકાણ પછી આ કબૂતરોને  ટોપલીઓમાં ૫૦૦ થી  ૭૦૦ કિલોમીટર દૂર લઇ જવાય છે.ત્યાંથી તે પહેલી જૂની  જગ્યાએ પરત આવે છે.આ રેસમાં પહેલાં પરત ફરનાર કબુતરના માલિકને ઇનામ મળે છે.એક નોખું ગૌરવ મળે છે.આવી રમતો અને તેનું આયોજન પણ એક પ્રકારના જીવનની ઓળખ આપી જાય છે.

No comments:

Post a Comment