શ્રી વજાપરા (ડુચકવાડા) તા.દિયોદર, જી.બનાસકાંઠા પ્રાથમિક શાળા પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. સુવિચાર :- "શિક્ષક પોતે શીખતો ન રહે તો તે કદી શીખવી ન શકે - રવીન્દ્રનાથ ટાગોર

Wednesday, 14 March 2012

રવીન્દ્રનાથ ટાગોરને કોઈ વારસ નથી... રવીન્દ્રનાથ ટાગોરને કોઈ વારસ નથી...


રવીન્દ્રનાથ ટાગોરને કોઈ વારસ નથી...આજનો આ દિવસ અને આ વર્ષ અનેક રીતે યાદ રહેશે.તારીખ સાતમી મે ૨૦૧૧.રવીન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતી.ભારતના એક એવા રાજાની પણ ૧૫૦ મી જન્મ જયંતિ છે.આ ગૌરવ ગુજરાતને અપાવનાર આ રજા.તેમનું નામ ગાયકવાડ.ગાયકવાડ વંશની વાત ફરી ક્યારેક.આવીજ વિશ્વની એક ભારતીય ઓળખ.
બાળપણનું નામ નરેન્દ્ર.દુનિયા તેમણે સ્વામી વિવેકાનંદ તરીકે ઓળખે છે.આવી વ્યક્તિઓ ૧૫૦ વર્ષ પહેલાં એક સાથે જન્મી તે આપણું સદભાગ્ય કે.....એ ચર્ચાનો વિષય છે.હા,૧૮૬૧ માં સાતમી મેં ના રોજ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ થયો હતો.આ ઉજવણી હવે શરુ થઇ છે.ભારતમાં તેની ક્યાંક ઉજવણી થાય છે.બે દેશનું રાષ્ટ્રીય ગીત લખવાનું ગૌરવ ગુરૂજીને નામે છે.જન ગણ મન ને યુનોએ વિશ્વની ઉત્તમ સંગીત ધૂન તરીકે પસંદ કરી છે.બાંગલાદેશનું આમાર સોનાર બાંગલા...આ બે ગીત પણ તેમણે વિશ્વ કવિ  બનાવે છે.વિશ્વ કવિ તરીકે તેમની અનોખી ઓળખ છે.તારીખનું મહત્વ હોય કે કેમ તેની જાણ નથી.હા,સાતમી તારીખે જન્મનાર અનેકને મેં સાહિત્યના કામમાં જોડાયેલા જોયા છે.તેમાં એક હું પણ છું.મારો જન્મ પણ સાતમી મેં ના રોજ થયો હતો.એ ગૌરવ મને ગમે છે.વાત જાણે એમ છે કે તે ૧૮૬૧નો પવિત્ર દિવસ હતો.અને મારપ ૧૯૭૮નો દિવસ. 


રવીન્દ્રનાથ ટાગોરનો કોઈ વંશ વારસ આજે હયાત નથી.રવીન્દ્રનાથ ટાગોર એટલે ગુરૂજી.તેમને પાંચ સંતાન હતાં.માધુરીલતા,રથીન્દ્ર્નાથ,રેણુકા,મીરાં અને શચીન્દ્રનાથ.રથીન્દ્રનાથને સંતાન ન હતું.આવુંજ રેણુકા માટે થયું. માધુરીલતા પણ નિ:સંતાન રહ્યાં.ત્રણ ભાઈ બહેન નિસંતાન રહ્યાં. આ ત્રણ ભાઈ બહેનને સંતાન ન હતાં.શચીન્દ્રનાથ અપરણિત રહ્યા.ગુરુજીની  પુત્રી મીરાને સંતાન હતું.પણ એક અકસ્માતમાં  તેનું મૃત્યું થયું.યુવાન વયે તેમનું આ મૃત્યું પરિવારને હરાવી ગયું.એક પછી એક પરિજનોનાં મૃત્યું થયાં..૧૯૬૮મા ગુરૂજીનો પરિવાર નામશેષ થયો.રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યે અનેક વિચારો અને વિચારકો પેદા કર્યા છે.હા તેમનો એક પણ ડીએનએ ધરાવતો વારસ આજે હયાત નથી.(૭ માર્ચ ૨૦૧૨)
(૧૫૦ મી જન્મ જયંતીએ થોડુંક...)

1 comment:

  1. I find your blog is full of content and very informative. Gujarat Government and Private jobs updates, exam related materials, syllabus, exam date and for result rojgargujarat.com is wonderful website

    ReplyDelete